વાંકાનેર નજીક નેશનલ હાઈવે પર પૂરઝડપે દોડતી કાર પાછળથી છકડા રિક્ષા સાથે અથડાતા ચાલકનું ગંભીર ઈજાના કારણે મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતના બનાવ મામલે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
વાંકાનેર નેશનલ હાઈવે પર સીમસ્ટોન સિરામિક નજીક ૧૫ જુલાઈના બપોરે છકડા રિક્ષા રજી.નં. જીજે-૦૩-ઝેડ-૪૧૮૬ને પાછળથી કાર રજી.ન. જીજે-૩૬-એઆર-૭૮૮૧ વાળાએ ટક્કર મારી હતી. અકસ્માતમાં છકડા ચાલકને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં બેઠેલા લાલજીભાઈ ઉર્ફે લાલો ધોધાભાઈ ટોટા ઉવ.૩૪ રહે. હસનપર તા.વાંકાનેર વાળાને પણ ઈજા પહોંચી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે કાર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે.






