Thursday, August 20, 2026
HomeGujaratમોરબીમાં ૧૧૫ વિદ્યાર્થી અને સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાઈ

મોરબીમાં ૧૧૫ વિદ્યાર્થી અને સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાઈ

મહાનગરપાલિકાની ફાયર શાખાએ શાળામાં ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન આપ્યું: બિલ્ડિંગોની ફાયર સેફ્ટી સિસ્ટમનું પણ ચેકિંગ.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા.૧૨થી ૧૮ ઓગસ્ટ દરમિયાન એક શાળામાં ૧૧૫ વિદ્યાર્થી અને સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. સાથે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમનું ચેકિંગ કરી અપૂર્તતા ધરાવતી બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકા ફાયર શાખા દ્વારા તા.૧૨/૦૮/૨૦૨૬થી તા.૧૮/૦૮/૨૦૨૬ દરમિયાન ફાયર પ્રિવેન્શન અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન એક શાળામાં ૧૧૫ વિદ્યાર્થી અને સ્ટાફને આગની દુર્ઘટના સમયે સલામતીના પગલાં, ફાયર સાધનોના યોગ્ય ઉપયોગ સહિતની ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત બિલ્ડિંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તથા ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અપૂર્તતા જણાયેલી બિલ્ડિંગોને નોટિસ આપી ફાયર પ્રિવેન્શન અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન ૦૩ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) તથા ૦૩ હંગામી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ માટેની અરજીઓ પણ મળી હતી, જેને આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે. ફાયર શાખા દ્વારા જણાવ્યા મુજબ ફાયર ટ્રેનિંગ અને પ્રિવેન્શનનો મુખ્ય હેતુ લોકોને આગથી બચાવ અંગે માહિતગાર કરવાનો, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો અને ઈમરજન્સી સમયે તાત્કાલિક કાર્યવાહી દ્વારા જાનમાલનું નુકસાન અટકાવવાનો છે. મોરબીમાં કોઈ ફાયર કે અન્ય દુર્ઘટના બને ત્યારે મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસનો ૦૨૮૨૨-૨૩૦૦૫૦, તેમજ ૧૦૧ અથવા ૧૧૨ નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!