મોરબી ના ટંકારા ના સજનપર ગામ નજીક આવેલા ઓમ વિલના બંગલોમાં આર આર. સેલની ટીમે સોળે કળાએ ખીલેલા જુગરધામ પર દરોડો પાડયો હતો જેમાં સાત આરોપીઓને25 લાખની રોકડ અને બે કાર ની કિંમત 25 લાખ મળી કુલ 50 લાખના મુદામાલ સાથે ધરપકડ કરાઈ હતી.
જો કે આરોપીઓને ટંકારા પોલીસમથકના બદલે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને આર આર સેલની ટીમ દ્વારા બીજે દિવસે બપોરે ફક્ત પ્રેસનોટ જાહેર કરી અનેં માહિતી મીડિયાને આપી દેવામાં આવી હતી ત્યારે નાની નાની કામગીરી માં પણ ફોટા સાથે પ્રેસનોટ જાહેર કરતી આર આર સેલની ટીમને આ હાઈપ્રોફાઈલ જુગારધામના આરોપીઓના ફોટા અને મુદામાલ ના ફોટા જાહેર ન કરવામાં કોનું પ્રેસર આવ્યું એ સવા મણ નો સવાલ છે જો કે જુગરધામ ની જગ્યાએ 25 લાખથી મોટી રોકડ રકમ હોવાનું અને મુદામાલ સ્વરૂપે બતાવેલી કાર પણ વધુ હોવાની ચર્ચા મોરબીમાં જોરશોરથી વ્યાપી છે ત્યારે આ રેડનું સંચાલન કરતા પીએસઆઈ જે એસ ડેલા દ્વારા કોની સેહ શરમ ભરવામાં આવી એ વાત સમજાતી નથી ઉલ્લેખનીય છે કે આ રેડથી ટંકારા પીએસઆઈ અને બીટ જમાદાર ના રોટલા અભડાઈ જાય તેવી સ્થિતિ છે તો બીજી બાજુ રેડ થી જાણે જુગારીઓ કરતા વધુ નુકશાન સ્થાનિક પોલીસને જાય તેવો ઘાટ સર્જાયો છે જો કે કડક કામગીરી માટે જાણીતી રાજકોટ આર આર સેલ આ વખતે આવી હાઈ પ્રોફાઈલ રેડની માહિતી મોડે સુધી દબાવી અને આરોપીઓના ફોટા જાહેર ન કરી શંકાના ઘેરામાં આવી છે ત્યારે આર આર સેલની કામગીરી પર સવાલો ઉઠ્યા એ પ્રથમ વખત બન્યું છે પરંતું સ્થાનિક પોલીસ ન પહોંચી શકે ત્યારે જ આર આર સેલ રેડ કરે છે ત્યારે આ દરોડામાં આર આર સેલે આવા લુખ્ખા જુગારીઓની ઓળખ મીડિયાથી છાવરી અને ક્યાંકને ક્યાંક પોલીસ મેન્યુઅલની ગરીમાં ને હાનિ પહોંચે તેવી સ્થિતિનું નિર્માણ કરી દીધું છે જે વાતની મોરબીમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે જો કે રોકડ રકમ હતી તેનાથી 25 ટકા બતાવવામાં આવી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે પરન્તુ હવે સિંહને કોણ કહે કે તારું મો ગંધાય છે તેમ જે છે એ આ જ છે તેવું માની મોરબી વાસીઓએ પણ આ જુગારમાં મન મનાવી લેવું જ હિતાવહ છે.