મોરબી પંથકના રબારી અને ભરવાડ સમાજ વર્ષોથી દર અષાઢી બીજના પાવન પર્વને મચ્છુ માતાજીના પ્રાગટય દિન તરીકે ઉજવી ભવ્ય મચ્છુ માતાની શોભાયાત્રા કાઢે છે. ગઈકાલે પણ અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ત્યારે મોરબી શહેર- જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મચ્છુ માની શોભાયાત્રાનુ નગરદરવાજા ચોકમા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિશ્વ હિંદુ પરિષદ વાંકાનેર પ્રખંડના કાર્યકર્તાઓ તથા હિંદુ સંગઠન દ્વારા મચ્છુમાંની રથયાત્રામા દરેક ભાવિકોને મેંગો લસ્સીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.