મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં કોરોનાએ ધામા નાખ્યા હોય તેમ જીલ્લા વિકાસ અધિકારી બુધદેવ બાદ બે ડેપ્યુટી ડીડીઓ, શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, એપડમિક ઓફિસર વારેવાળીયા બાદ આજે મોરબી જીલ્લાનાં આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ ડી. ડી. જાડેજા પણ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.