મોરબી: NEET પેપર લીક મુદ્દે મોરબી જીલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નગર દરવાજા ચોક ખાતે કાર્યકરોએ બેનરો-પ્લેકાર્ડ્સ સાથે દેખાવો કરી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠાવી હતી.
મોરબીમાં NEET પરીક્ષાના પેપર લીક મામલે યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો નગર દરવાજા ચોક ખાતે એકત્રિત થયા હતા. વિરોધ દરમિયાન કાર્યકરોએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને પેપર લીક કૌભાંડ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેલના ખાલી ડબ્બા ખખડાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે જ “શિક્ષણ મંત્રી રાજીનામું આપે” અને “ભાજપ સરકાર હાય હાય” જેવા નારાઓ સાથે સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.






