Monday, May 18, 2026
HomeGujaratહળવદના માથક ગામે પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

હળવદના માથક ગામે પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

પતિએ બીજા લગ્ન કરતા મનદુઃખમાં પરિણીતાએ બાવળના ઝાડ સાથે ચુંદડી બાંધી જીવન ટૂંકાવ્યું.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના માથક ગામની સીમમાં ૨૮ વર્ષીય પરિણીતાએ બાવળના ઝાડ સાથે ચુંદડી બાંધી આપઘાત કરી લીધો હતો. પતિએ બીજા લગ્ન કર્યા હોવાના મનદુઃખને કારણે આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

હળવદ તાલુકાના માથક ગામની સીમમાં રહેતા મુળ મથવાર ધનબાયડી ફળીયુ તા-જી-અલીરાજપુર રાજય-એમપીના વતની સીણુબેન દાદુડીયાભાઈ મોરી ઉવ.૨૮એ ગત તા.૧૬/૦૫ના રોજ ઉપરોક્ત વાડી નજીક બાવળના ઝાડની ડાળ સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતકના પતિ દાદુડીયાભાઈ મોરીએ બીજા લગ્ન કર્યા હોવાના કારણે દંપતી વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી અને તેનું મનમાં લાગી આવતા પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!