ટંકારા પોલીસે હમીરપર ગામના પાટિયા નજીકથી નંબર પ્લેટ વગરના બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેનો સાથી નાસી છૂટ્યો હતો. આ સાથે પોલીસે વિદેશી દારૂના ૧૯ ચપલા અને મોટરસાયકલ સહિત કુલ રૂ.૧૩,૨૩૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, હમીરપર ગામના પાટિયા નજીક પવનચક્કી વાળી ધાર પાસેથી કાચા રસ્તા ઉપર નંબર પ્લેટ વગરના કાળા રંગના મોટરસાયકલમાં બે શખ્સો વિદેશી દારૂ લઈને નીકળવાના છે, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી, જે બાદ ત્યાંથી ઉપરોક્ત બાઈક નીકળતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૮૦ એમએલની ૧૯ બોટલ કિ.રૂ.૩,૨૩૦/-મળી આવી હતી. જેથી પોલીસે બાઈક ચાલક જેંતો ઉર્ફે જેંતી દીતુદીયા ધાણક ઉવ.૨૦ હાલ રહે. હમીરપર ગામની સીમ તા.ટંકારા મૂળ અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાને ઝડપી લીધો હતો. જ્યારે મોટર સાયકલ પાછળ બેઠેલ લખન ઉર્ફે લક્કડીયા ભાઈ મોહનભાઈ ધાનક રહે. હમીરપર ગામની સીમ તા.ટંકારા મૂળ છોટાઉદેપુર વાળો સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ સાથે ટંકારા પોલીસે દારૂ તથા મોટરસાયકલ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૨૩૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.






