મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે પૂર્વ બાતમીના આધારે વાડીમાં રેઇડ કરી રૂ.૨૩,૫૭૭/-ના વિદેશી દારૂ સાથે વાડી માલીકની ધરપકડ કરી.
હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક આવેલી વાડીમાં દરોડો પાડી મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે રૂ.૨૩,૫૭૭/- કિંમતની વિદેશી દારૂની ૧૧ બોટલો જપ્ત કરી હતી. આ સાથે આરોપી વાડી માલીકને સ્થળ ઉપરથી જ ઝડપી તેની સામે હળવદ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કડીયાણાથી પાંડાતીરથ જવાના માર્ગ પર આવેલી લાલજીભાઈ કાનજીભાઈ ઉદેશાની વાડીમાં દરોડો પાડ્યો હતો. ત્યારે વાડીની ઓરડીની તપાસ કરતાં પ્લાસ્ટિકના બાચકામાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૧ બોટલો કિ.રૂ.૨૩,૫૭૭/- મળી આવી હતી. જેથી દરોડા દરમિયાન હાજર વાડી માલીક આરોપી લાલજીભાઈ કાનજીભાઈ ઉદેશા ઉવ.૨૦ રહે.કડીયાણા ગામના ઝાંપા પાસે તા.હળવદ વાળાની ધરપકડ કરી તેની સામે હળવદ પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.






