મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતી ૪૨ વર્ષીય મહિલાનું તબિયત બગડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું.
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતી ગીતાબેન જીતેન્દ્રભાઈ વરાણીયા ઉવ.૪૨ની ગત તા.૨૨/૦૭ના રોજ તબિયત બગડતા પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જૂની બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું ફરજ ઉપર હાજર ડોક્ટરોએ જાહેર કર્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






