Sunday, April 26, 2026
HomeGujaratવાંકાનેરમાં એકટીવાની ડેકીમાં ૧૩ ચપલા સાથે એક ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

વાંકાનેરમાં એકટીવાની ડેકીમાં ૧૩ ચપલા સાથે એક ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

વાંકાનેર શહેરમાં પચ્ચીસવાળીયા પાસે ટેલીફોન એક્સચેન્જ નજીક ડી.ટુ. હેર દુકાન સામે વાંકાનેર સીટી પોલીસ વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન એકટીવા રજી.નં. જીજે-૩૬-એચ-૬૨૯૯ ત્યાંથી પસાર થતા તેને રોકી એકટીવાની ડેકીની તલાસી લેતા તેમાથી વિદેશી દારૂ વાઈટ લેસ વોડકાના ૧૩ ચપલા કિ.રૂ.૩,૯૦૦/- મળી આવતા એકટીવા ચાલક આરોપી સમીર શાંતીલાલ બજાણીયા ઉવ.૩૫ રહે કુંભારપરા શેરી નં.૦૨ વાંકાનેર વાળાની અટક કરી હતી, આરોપીની પૂછપરછ દરમિયાન દારૂ સપ્લાય કરનાર તરીકે મેહુલ ઉર્ફે બોબી વિરેનચંદ્ર મારૂ રહે શાકમાર્કેટ પાછળ નગરપાલિકા સામે વાંકાનેર વાળાના નામની કબુલાત આપતા પોલીસે તેને ફરાર જાહેર કરી એકટીવા તથા દારૂ સહિત ૩૩,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!