Wednesday, December 25, 2024
HomeGujaratએક કા ડબલ… એક કા ડબલ… એકના ડબલ કરવાની લાલચ આપી ત્રણ...

એક કા ડબલ… એક કા ડબલ… એકના ડબલ કરવાની લાલચ આપી ત્રણ શખ્સોએ લાખ રૂપિયા ખંખેરી હાથ ઊંચા કરી દીધા

ભચાઉ તાલુકાના નાનીચીરઇ(ગોકુળ ગામ) ગામે રહેતા યુવાનને ભોળવી એકના ડબલ કરવાની લાલંચ આપી ત્રણ શખ્સોએ માળીયાના ચાચાવદરડા ગામના પાટીયે વવાણીયા નજીકથી એક લાખ રૂપિયા ખંખેરી લઈ હાથ ઉંચા કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ ભચાઉ તાલુકાના નાનીચીરઇ(ગોકુળ ગામ) ગામે રહેતા હરેશભાઇ સવાભાઇ બઢીયા (ઉ.વ-૪૦) યુવાનને જુમાભાઇ અયુબભાઇ મુસ્લીમ રહે-નાની ચિરઇવાળાએ ડબલ રૂપીયા બનાવી દેવાની લાલચ આપી વિશ્વાસ કેળવી આરોપી ગુલામ ઉમરભાઇ તથા વિરલભાઈ સાથે મળાવી હરેશભાઇ ને વિશ્વાસમાં લઇ એક લાખના ડબલ રૂપિયા કરવાનુ કહી એક લાખ રૂપીયા લઇ લીધા હતા. બાદમાં હરેશભાઈએ ડબલ રૂપીયાની માંગ કરતા આરોપીઓએ હાથ ઊંચા કરી દઈ રૂપિયા નહી આપ્યા અંગેની માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!