Wednesday, January 1, 2025
HomeGujaratવાંકાનેરના કોઠારિયા નજીક બાઈક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત, બે...

વાંકાનેરના કોઠારિયા નજીક બાઈક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત

વાંકાનેરના કોઠારિયા ગામની સીમમાં બાઈક ઓવરટેક કરવા જતા સામેથી આવતી છકડો રીક્ષા સાથે અથડાયું હતું જેમાં બાઈકસવાર યુવાનનું મોત થયું હતું તો અન્ય બેને ઈજા પહોંચી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના સજ્જનપર ગામની સીમમાં રહીને મજુરી કરતા પંકજ દિપાભાઇ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સુકાભાઈ ધારસિંગ સંગાડા (ઉ.વ.૨૩) વાળા યુવાને મોટરસાયકલ જીજે-૨૦-એએલ-૬૫૬૩ લઈને જતા હોય ત્યારે કોઠારિયા ગામની સીમમાં વાંકાનેર લજાઈ રોડ પર ઓવરટેક કરવા જતા સામેથી આવતી છકડો રીક્ષા જીજે-૦૩-એયુ-૬૧૮૫ સાથે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈકસવાર સુકાભાઈ ધારસિંગભાઈ સંગાડાનું મોત થયું હતું જયારે ફરિયાદી પંકજભાઈ ભીલ અને રીક્ષાચાલકને ઈજા પહોંચી હોવાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!