Friday, March 29, 2024
HomeGujaratMorbiમોરબીના જીઆઈડીસીમાં પાનની દુકાન નજીક સટ્ટો રમતા એક પકડાયો

મોરબીના જીઆઈડીસીમાં પાનની દુકાન નજીક સટ્ટો રમતા એક પકડાયો

હાલ આઈપીએલ ક્રિક્રેટની સીઝન ચાલી રહી છે ત્યારે તેના પર સટ્ટો રમતા શખ્સોને રોકવા માટે પોલીસ કાર્યવાહી કરી છે ત્યારે મોરબીના જીઆઈડીસી નજીક પાનની દુકાને સટ્ટો રમતા એલસીબી ટીમે યુવાનને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીના જીઆઈડીસીમાં આવેલ પનારા પાનની દુકાન નજીક આરોપી વાસુદેવ ઉર્ફે વાસુ ભરતભાઈ લખતરીયા મુંબઈ અને પંજાબ ટીમ વચ્ચે ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ જોઇને ફોનથી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી આરોપી પંકજભાઈ રતિભાઈ સોરીયા અને મનોજભાઈ પટેલ સાથે સોદા કરી આકડા લખેલ નોટબુક-૧, એક બોલપેન, મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦ તથા રોકડા રૂ.૧૩૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૮૦૦ના મુદામાલ સાથે આરોપી વાસુદેવ લખતરિયાને એલસીબી ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!