Friday, April 26, 2024
HomeGujaratમાળીયા (મી)માંથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

માળીયા (મી)માંથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

માળીયા મિયાણાં પોલીસ સ્ટાફે બાતમી આધારે માળીયા (મી) ખાતે ફાટકથી આગળ વાડા વિસ્તાર તરફ જવાના રસ્તેથી આરોપી ઇકબાલભાઇ ઇલીયાસભાઇ ભટ્ટી (રહે- ભટ્ટીની વાંઢ વાડા વિસ્તારની પાછળ માળીયા જી.મોરબી) ની કારમાથી ગેરકાયદે સિંગલ બેરલની જામગરી બંદુક ઝડપી પાડી હતી. પોલીસે સિંગલ બેરલ જામગરી બંદુક કિ ૩૩૦૦૦ સાથે મારુતી કંપનીની અલ્ટો કાર નં- GJ – 36-8230 કિ -૧,૦૦,૦૦૦ ઝડપી આરોપી ઇકબાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

આ રેઇડ દરમિયાન પીએસઆઇ બી.ડી.જાડેજા હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા, ગીરીશભાઇ મારૂણીય, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સંજયભાઇ દીલીપભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ભુપતસિંહ ચુડાસમા, યુવરાજસિંહ નીરુભા જાડેજા તથા ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!