Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીના મહેદ્રનગર ચોકડી નજીક ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતો એક પોલીસની...

મોરબીના મહેદ્રનગર ચોકડી નજીક ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતો એક પોલીસની ઝપટે

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક ઘુંટુ રોડ ઉપર જાહેરમાં ઓનલાઇન આઈડી ઉપર આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન રનફેરનો જુગાર રમતા એક સટ્ટોડિયાની મોરબી બી ડિવિઝન પોલીસે મોબાઇલ ફોન તથા રોકડ સહીત ૬,૧૫૦/-નો મુદામાલ ઝાપટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી બી ડિવિઝસન પોલીસ મહેન્દ્રનગર ચોકડી નજીક પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે મહેન્દ્રનગર ચોકડી પાસે ઘુંટુ રોડ ઉમા સ્ટીલની બાજુમાંથી જાહેરમાં આરોપી કલ્પેશભાઇ બાબુભાઇ ચીખલીયા ઉવ.૩૫ રહે-હરીઓમ પાર્ક, ઘુટુ રોડએ OMG247.CO નામનુ આઇ.ડી. મેળવી તે આઇ.ડી. પોતાના મોબાઇલ ફોન દ્વારા ચાલુ કરી તાજેતરમાં ચાલતી આઇપીએલ ટી-20 માં ગુજરાત ટાઇટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં મેચની હારજીત ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતો હોય, ત્યારે મોરબી બી ડિવિઝન પોલીસે આરોપી પાસેથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂપિયા રૂ.૧૧૫૦/- મળી કુલ કી.રૂ.૬૧૫૦/- ના મુદામાલ સાથે આરોપી કલ્પેશભાઈને ઝડપી લેવાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!