Thursday, December 26, 2024
HomeGujaratરાજય સરકાર દ્વારા પ્લે એટ હોમ વિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન

રાજય સરકાર દ્વારા પ્લે એટ હોમ વિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન

મુખ્યમંત્રીશ્રી દ્વારા ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન ”MOBILE TO SPORTS” ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો Quiz, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/ વિડિયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે “Play at Home” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધાની તા. ૨૩ નવેમ્બર ૨૦૨૦ થી ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ અને રાજય કક્ષાની ચિત્રસ્પર્ધાની તા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ યોજવામા આવશે. જેમાં ૮ થી ૧૩ વર્ષના(જન્મ તા.૩૧/૧૨/૨૦૨૦ને ગણવાની રહેશે.) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર “Play at Home” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.૧૧/૧૨/૨૦૨૦ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીએ મોકલવાની રહેશે.

રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે, તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે.

આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/ mobile2 sports તેમજ યુ ટ્યુબચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK_ensUaz-g પરથી મળી શકશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!