Monday, January 13, 2025
HomeGujaratવિકૃતિની પરાકાષ્ઠા:મોરબીમાં ૬૦ વર્ષીય વૃદ્ધા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું:બન્નેને ગણતરીના કલાકોમાં...

વિકૃતિની પરાકાષ્ઠા:મોરબીમાં ૬૦ વર્ષીય વૃદ્ધા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું:બન્નેને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા

સમગ્ર દેશમાં દુષ્કર્મના કેસો દિવસેને દિવસે વધતા જ જાય છે. પરંતુ આવા કેસોમાં ક્યારેક વિકૃતિ ની પરાકાષ્ઠા ધરાવતા કેસો પણ જોવા મળે છે ત્યારે ગઈકાલે મોરબીનાં રવાપર ગામ પાસે સફાઈ કામદાર વૃદ્ધા પર દુષ્કર્મ થયાની એક ઘટના બની હતી.જેને લઈ સમગ્ર ગ્રામજનો હચમચી ગયા હતા. જેમાં બે હવસખોર નરાધમોએ સફાઈ કામ કરી રહેલ વૃદ્ધ મહિલાને શિકાર બનાવ્યો હતો. અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે રવાપર ગામ તળાવ સફાઈ કામદાર વૃદ્ધ મહિલા પોતાની ફરજ પર હોય અને સફાઈ કરી રહ્યા હોય ત્યારે મોડી રાત્રે કબૂતરી કલરની સ્વીફ્ટ કારમાં આવેલા બે શખ્સો પંકજ અને આશિષે ત્યાં સફાઈ કામ કરી રહેલ ૬૦ વર્ષીય વૃદ્ધાએને ધારીયું બતાવી અને બળજબરીપૂર્વક ગાડીમાં અપહરણ કરી જય અવાવરું જગ્યાએ લઈ ગયા હતા અને દુષ્કર્મ આચર્યું હતું.ઉલ્લેખનીય છે કે, કારમાં અપહરણ કરતા સમયે એક વ્યક્તિ એ પડકાર કરતા તેમના પર ધારીયાનો છૂટો ઘા કરી વૃદ્ધાનું અપહરણ કરી નાસી ગયા હતા. અને અપહરણ કરી બન્ને નફ્ફ્ટો એ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી પોતાની હવસ સંતોષી હતી. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ખાતે વૃદ્ધાના પરિવારજનો પહોંચ્યા હતા અને પોલીસે તત્કાળ ફરિયાદ નોંધી બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ વૃદ્ધાને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જયારે ઘટનાની જાણ થતા ભોગ બનનાર વૃદ્ધ મહિલાના પરિજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!