મોરબી-વાંકાનેર હાઇવે પર લાલપર ગામની આગળ સર્વિસ રોડ પર ચાલીને જતા યુવકને પુરઝડપે આવેલા ડમ્પરે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. હાલ મૃતકના મોટાભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામની આગળ પનારા રોડવેઝ સામે હાઇવે પરથી સર્વિસ રોડ તરફ ચાલીને જઈ રહેલ સુલ્તાન મુલ્કી ખાન ઉવ.૧૮ હાલ રહે. પાયોનીયર સીરામીક કારખાનાની લેબર કોલોની લાલપર તા.જી.મોરબી મૂળ રહે. ધમારી ગામ જી.ભરતપુર રાજસ્થાન વાળાને વાંકાનેર તરફથી આવતા ડમ્પર નં.જીજે-૩૬-વી-૫૨૯૧ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી તેને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે સુલ્તાનભાઈએ મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. અક્ષણતના બનાવ અંગે મૃતકના ભાઈ અકબર મુલ્કી પુરણભાઈ ખાન રહે. હાલ વેરીટાસ સીરામીક કારખાનાની લેબર કોલોની ઉંચી માંડલ તા.જી. મોરબી મૂળ રાજસ્થાન વાળાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






