Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેરમાં સીટી સ્ટેશન રોડના ઓવરબ્રીજ પર બાઇકની હડેફેટે રાહદારીનું મોત

વાંકાનેરમાં સીટી સ્ટેશન રોડના ઓવરબ્રીજ પર બાઇકની હડેફેટે રાહદારીનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બસીર આહમદભાઇ મીરા (રહે-સીપાઇ શેરી, વાંકાનેર)એ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨ના રોજ રાત્રીના આઠેક વાગ્યે વાંકાનેરમાં સીટી સ્ટેશન રોડના ઓવરબ્રીજ પર વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર તેમના પિતા આહમદભાઇ ઉમરભાઇ મીરા ચાલીને રોડ ક્રોસ કરતા હતા. ત્યારે આરોપી મોટરસાયકલ રજી નં. જીજે-૦૬-એફએમ-૦૯૮૦ના ચાલકે મોટરસાઇકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આહમદભાઇને હડફેટે લેતા તેમને માથાના ભાગે તથા હાથે-પગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. વાંકાનેર સીટી પોલીસે બાઇકચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી બાઈકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!