મોરબી જિલ્લામાં વધતા જતા કોરોના કહેરને પગલે મોરબી સત્સંગ ગ્રુપ દ્વારા શ્રી હનુમાન ચાલીસા કથાનું કરાયેલ આયોજન મૌકૂફ રાખવામાં આવ્યું છે.
મોરબી સત્સંગ ગ્રુપ દ્વારા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે આગામી તા.૦૩ થી ૦૯ જાન્યુઆરી સુધી શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં રાજ્યના અન્ય શહેરોની માફક મોરબીમાં પણ કોરોનાએ અજગરી ફુંફાળો ફેલાવ્યો હોય તેમ દિવસેને દિવસે પોઝીટીવ કેસમાં વધારો આવતા લોકોની આરોગ્ય સુખાકારિના ભાગ રૂપે આ આયોજન હાલ પૂરતું અટકાવવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.