Saturday, April 27, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગ કરતાં 21 લોકો વિરુદ્ધ પોલીસની દંડનાત્મક કાર્યવાહી

મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગ કરતાં 21 લોકો વિરુદ્ધ પોલીસની દંડનાત્મક કાર્યવાહી

મોરબી સહિત રાજ્યનાં ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે જ્યારે રાત્રી કર્ફ્યુ યથાવત છે ત્યારે પોલીસ દ્વારા જાહેરનામાની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે રવિવારે ૨૪ કલાક દરમ્યાન મોરબી જિલ્લામાંથી જાહેરનામાનો ભંગ કરતા ૨૧ લોકો વિરુદ્ધ પોલીસે દંડાનાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના જાહેરમાં ફરતા ૨ રાહદારી સામે, રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતાં ૨ રાહદારી સામે, બપોરે ૩ વાગ્યા બાદ પણ દુકાન ખુલ્લી રાખતા ૧ જવેલર્સ સામે, જ્યારે બી. ડિવિઝન પો. સ્ટે. વિસ્તારમાં માસ્કવિના જાહેરમાં ફરતાં ૩ રાહદારી સામે, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરી વધુ પેસેન્જર બેસાડતા ૨ રિક્ષાચાલક સામે, રાત્રી કરફ્યૂ દરમ્યાન કોઈ વ્યાજબી કારણ વગર બહાર નીકળતા ૩ રાહદારી સામે, ૧ રિક્ષાચાલક સામે તથા મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્ક વિના તથા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય એ રીતે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડવા બદલ ૧ પેસેન્જર કારચાલક સામે જ્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા વધુ ગ્રાહકો એકઠા કરનાર ૧ હેરકટિંગ સલૂનના સંચાલક સામે, માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરતા કટલેરીના દુકાનદાર સામે તથા માળીયા મિયાણા પો.સ્ટે. વિસ્તારમાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર વેપાર કરતા અનાજ- કરિયાણાનાં ૧ વેપારી સામે, પાન માવાના ૧ હોલસેલ વેપારી સામે જ્યારે ટંકારા પોલીસ સ્ટે. વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સનાં જાહેરનામાંનું ઉલ્લંઘન કરી વધુ પેસેન્જર બેસાડતા ૧ રિક્ષાચાલક સામે અને હળવદ પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર ગોલાની દુકાને બેસીને વેપાર કરવા બદલ ૧ ધંધાર્થી સામે જાહેરનામાં ભંગની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!