Tuesday, January 7, 2025
HomeGujaratવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રના વાવાઝોડાથી પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રના વાવાઝોડાથી પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, મેયર કીર્તિબાળાબેન દાણીધરીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, કલેકટર ગૌરાંગ મકવાણાએ તેમને આવકાર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા બાદ એરફોર્સના હેલિકોપ્ટરમાં સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર સહિતના તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લા-વિસ્તારોનું એક કલાક સુધી હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ હવાઈ નિરીક્ષણમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રહ્યા હતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા બચાવ અને રાહત કાર્યોથી અવગત કર્યા હતા.

હવાઈ નિરીક્ષણ કર્યા બાદ તેઓ ભાવનગરથી અમદાવાદ જવા રવાના થયા હતા. આ પ્રસંગે મ્યુનિ.કમિશનર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!