Monday, April 29, 2024
HomeGujaratબાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં ૭મી ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં ૭મી ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૧-૨૨ નું આયોજન તા.૦૯/૦૨/૨૦૨૨ના રોજ મહંમદી લોકશાળા, ચંદ્રપુર તા.વાંકાનેર જિ.મોરબી ખાતે સવારે ૮:૩૦ વાગ્યે રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ભાગ લેવા ઈચ્છુક ૭ થી ૧૩ વર્ષના બાળકો બે વય જૂથ ૭ થી ૧૦ વર્ષ “અ” વિભાગ તથા ૧૧ થી ૧૩ વર્ષના “બ” વિભાગમાં અને  ૭ થી ૧૩ વર્ષના ખુલ્લા વિભાગમાં ભાગ લઈ શકશે. ચિત્ર સ્પર્ધા અગાઉ યોજાઈ ગયેલ હોય, ચિત્ર સ્પર્ધા બાકાત કરી અન્ય તમામ સ્પર્ધાનો સમાવેશ થશે. વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી, બી.એસ.નાકીયા મો.૯૭૧૪૯૦૪૬૬૯ પર સંપર્ક કરવો. તા.૦૭/૦૨/૨૦૨૨ સુધીમાં કચેરી સરનામે રૂમ નં. ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ફોર્મ રૂબરૂ પહોચાડવાના રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!