મોરબીની એલ.ઈ. ડિગ્રી કોલેજની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નામનો ખોટો ઉલ્લેખ થતા વિદ્યાર્થીઓમાં ગેરસમજ ફેલાતી હોવાનો આક્ષેપ થયો હતો. જેના વિરોધમાં એબીવીપી કાર્યકર્તાઓએ કોલેજ કેમ્પસમાં વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક સુધારા સાથે કોલેજ પ્રશાસનને લેખિત માફી મંગાવી હતી.
મોરબી સ્થિત એલ.ઈ. ડિગ્રી કોલેજની ઓફિશિયલ વેબસાઇટ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંગે ખોટો ઉલ્લેખ કરવામાં આવતા કાર્યકર્તાઓએ કેમ્પસમાં આશરે ૫-૬ કલાક સુધી વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે કોલેજ તંત્ર સામે રજૂઆત બાદ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. અને કોલેજ દ્વારા લેખિતમાં માફી માંગવામાં આવી હોવાનું એબીવીપી મોરબી દ્વારા યાદીમાં જણાવાયું છે.









