વાંકાનેર શહેરમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે જે મામલે ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની સગીરવયની દીકરીને આરોપી દિનેશ ખીમા સોઢા (રહે. બેલા તા. રાપર કચ્છ) વાળો લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો છે. વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.