Saturday, April 20, 2024
HomeGujaratમોરબી પોલીસની પહેલને સલામ: આકસ્મિક સંજોગોમાં બોર્ડના પરિક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડશે

મોરબી પોલીસની પહેલને સલામ: આકસ્મિક સંજોગોમાં બોર્ડના પરિક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડશે

મોરબી સહિત રાજ્યભરમાં આવતીકાલથી વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની ગણાતી ગુજરાત માધ્યમીક બોર્ડ તથા ઉચ્ચતર માધ્યમીક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આકસ્મિક સંજોગોમાં પરિક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડવાની મદદ અંગેની પહેલ કરી છે. પોલીસની આ સાચા પ્રજામિત્ર તરીકેની કબીલેદાદ પહેલને લોકોએ આવકારી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરાયેલ પહેલમાં જણાવ્યા અનુસાર આવતીકાલથી ગુજરાત માધ્યમીક બોર્ડ તથા ઉચ્ચતર માધ્યમીક બોર્ડની ધો. 10 અને 12 ની પરીક્ષા શરૂ થશે ત્યારે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા પહેલા રસ્તામાં બાઈક, કાર સહિતના વાહનની યાંત્રીક ખરાબીના કારણે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં તકલીફ ઉભીં થયા તાત્કાલીક મોરબી શહેર પોલીસ કંટ્રોલરૂમના ફોન નંબર – 02822 243478 તથા મોબાઇલ નંબર – 74339 75943 ઉપર ફોન કરવાથી પોલીસ સ્ટાફ તાત્કાલીક વિદ્યાર્થીઓની વ્હારે આવી પરીક્ષાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરશે.

વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વનું ગણાતું વર્ષ ન બગડે તે માટે મોરબી પોલીસે ખુદ મદદનો હાથ લંબાવ્યો છે. આથી મોરબી પોલીસે માત્ર સુરક્ષાની જ નહીં પરંતુ વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ ન બગડે તેવી જવાબદારી ઓઢી હોવાનો ઘાટ સર્જાયો છે. પોલીસનાં આ પ્રજામિત્ર તરીકેના અભિગમથી મોરબીવાસીઓમાં પોલીસની છાપ વધારે માનભરી બની છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!