Sunday, November 17, 2024
HomeGujaratસત્ય મેવ જયતે : આધારકાર્ડ ની બંધ સેવા આજ થી ફરી શરૂ...

સત્ય મેવ જયતે : આધારકાર્ડ ની બંધ સેવા આજ થી ફરી શરૂ ગાંધીગીરી રંગલાવી

નવા ઓપરેટ ની નિયુક્તિ કરી ફિંગર સહિત ની પ્રોસેસ વેરીફિકેશન ની પ્રક્રિયા હાથ ધરી

- Advertisement -
- Advertisement -

ટંકારા મા કોરોના મહામારી પુર્વ અતિ ઉપયોગી આધારકાર્ડ ની સેવા બંધ થઈ ગઈ હોય લોક ડાઉન ના બાના ને આગળ ધરી વહીવટી તંત્ર અનલોક થયા ના મહિના પછી પણ આધાર માટે નિરસતા દાખવી લોકશાહી ના રાજા સમા પ્રજા નિરાધાર બની કામગીરી માટે કચેરી થી લઈ રાજકીય નેતાઓ સુધી કામકાજ માટે રઝળપાટ કરવો પડતો હોય વિધાથી એકતા સંગઠન સંવિધાન દિવસે ગાંધી ફેઇમ મા કડકડતી પોતડી પહેરી મામલતદાર કચેરી ખાતે ગાંધીગીરી કરવા નો નિણય કરતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું અને તાકીદે મોરબી થી ઓપરેટર બોલાવી કામગીરી ચાલુ કરાવી આપી છે સાથે ટંકારા ને નવા ઓપરેટ ની નિયુક્તિ પણ કરી છે જેનુ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયે કચેરી મા રાબેતા મુજબ આધાર સેવા શરૂ રહશે

ટંકારા મામલતદાર એન પી શુક્લ સાથે વાત કરતા જણાવ્યું હતું કે માંગ વ્યાજબી છે અને હુ એકાદ મહિના થી નિયુક્તિ થઈ છે પરંતુ ટંકારા ના અરજદારો ને એક પણ કામકાજ મા હેરાનગતિ કે ભલામણો ન કરવી પડે એવી વ્યવસ્થા કરવા ની ખાત્રી આપી હતી સાથે નવા ઓપરેટ ની આઇડી જનરેટર ન થાય ત્યા સુધી દર બુધવારે મોરબી થી ઓપરેટ આવશે નુ જણાવ્યું હતું

આ અંગે વિધાથી એકતા સંગઠન સાથે વાત કરતા કહુ હતું કે દેકારો દેખાડો દંભ દાવા કરવા એ સંગઠન ની વિચારધારા નથી તંત્ર ના હ્દય ને ઢંઢોળીને ખરેખર પ્રજા પરેશાન થાય છે એ અહેસાસ કરાવવો એજ આશ્રય હતો જે તંત્ર ને ખ્યાલ આવી ગયો માટે તંત્રએ ટંકારા ની આધાર ની માંગણી ને ન્યાય આપતા આજનો પોતડી પહેરી કડકડતી ઠંડીમાં ઉભા રહેવા નો કાર્યક્રમ રદ કરી સવિધાન ની પુજા અર્ચના કરી સવિધાન વિશે લોકો ને માહિતી આપવા નો નિણય વિધાથી એકતા સંગઠન એ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!