Tuesday, June 23, 2026
HomeGujaratમોરબીના નવા મકનસરમાં ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો

મોરબીના નવા મકનસરમાં ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો

નવા મકનસરમાં ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાપર્ણ કરાયું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના શ્રી નવા મકનસર પ્રા.શાળા વાડી વિસ્તાર ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યાકેળવણી મહોત્સવ ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમજ શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું ઉદ્ઘાટન પણ મહાનુભાવો દ્વારા કરાયું હતું. આ તકે બાળકોએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ધો.૧ ના અને આંગણવાડીના નવા પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ આપીને આવકારાયા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવત, જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈ હળવદિયા, આચાર્ય, તા. પંચાયત સદસ્ય, ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!