મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે ફિંદલની વાડી, બોરીયાપાટી વિસ્તારમાં રાજેસભાઈ ઘેલાભાઈ કંજારીયાના ઘર નજીક ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. જ્યાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ગંજીપત્તા વડે તીનપત્તીનો નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા રાજેસભાઈ ઘેલાભાઈ કંજારીયા ઉવ.૪૩, ભગવાનજીભાઈ અવચરભાઈ નકુમ ઉવ.૪૮, સુરેશભાઈ લખમણભાઈ નકુમ ઉવ.૪૪, સંજયભાઈ અરજણભાઈ જાદવ ઉવ.૨૭, દેવરાજભાઈ મુળજીભાઈ પરમાર ઉવ.૩૨, નારણભાઈ છગનભાઈ પરમાર ઉવ.૪૪, જગદીસભાઈ દામજીભાઈ ડાભી ઉવ.૩૨ બધા રહે. બોરીયાપાટી વિસ્તાર મોરબી સહિત સાત ઈસમો મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી લઈ રોકડ રૂ.૫૩,૦૮૦/- કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






