Wednesday, June 24, 2026
HomeGujaratઢુંવા ચોકડીએ પાનની દુકાનમાંથી ૧૨૧ લીટર દેશી દારૂ સાથે દુકાનદારની અટક

ઢુંવા ચોકડીએ પાનની દુકાનમાંથી ૧૨૧ લીટર દેશી દારૂ સાથે દુકાનદારની અટક

બુટલેગરોના દારૂ વેચાણના નવતર કારસ્તાનનો પર્દાફાશ કરતી મોરબી ક્રાઇમ બ્રાંચ, ૨૫૩ બોટલમાં ભરેલો દેશી દારૂ જપ્ત, સપ્લાયર ફરાર.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી નજીક શ્યામ પ્લાઝામાં આવેલી રાજશક્તિ પાન પાર્લરમાંથી મોરબી એલસીબીએ ૧૨૧ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. દુકાનમાંથી વિવિધ ક્ષમતાની ૨૫૩ નંગ પ્લાસ્ટિક બોટલોમાં ભરેલો દેશી દારૂ વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ એલસીબી પોલીસ ટીમે દુકાનદારની અટક કરી તથા દેશી દારૂ સપ્લાય કરનારનું નામ ખુલતા તેને ફરાર જાહેર કર્યો છે.

મોરબી ક્રાઈમ બ્રાંચ ટીમે મળેલી બાતમીના આધારે પેરોલ-ફર્લો સ્કવોડ સાથે ઢુંવા ચોકડી ઓવરબ્રિજ પાસે આવેલા શ્યામ પ્લાઝા કોમ્પ્લેક્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં રાજશક્તિ પાન પાર્લર નામની દુકાનમાંથી એક લીટરની ક્ષમતાવાળી ૮૮ પ્લાસ્ટિક બોટલો તથા ૨૦૦ એમએલ.ની ૧૬૫ બોટલ મળી કુલ ૨૫૩ બોટલોમાં ભરેલો ૧૨૧ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૪,૨૦૦/-મળી આવ્યો હતો. જેથી પોલીસે રાજશક્તિ પાનની દુકાનવાળા આરોપી સિદ્ધરાજસિંહ રણજીતસિંહ જાડેજા ઉવ.૨૫ રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ એલ-૫૬૫ શનાળા રોડ મોરબી મૂળ મોટી વાવડી તા.-જી. મોરબી વાળાની અટક કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન પકડાયેલ આરોપીની પૂછપરછમાં આ દેશી દારૂ વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના મહાવીરસિંહ ધનુભા ઝાલા પાસેથી લાવ્યા અંગે કબુલાત આપી હતી. જેથી પોલીસે તે આરોપીને વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!