Tuesday, May 7, 2024
HomeGujaratમોરબી તાલુકાના નાની વાવડી ગામેથી પાંચ જુગારીઓની ધરપકડ

મોરબી તાલુકાના નાની વાવડી ગામેથી પાંચ જુગારીઓની ધરપકડ

મોરબીમાં જુગારીઓનો રાફડો ફાટ્યો હોય તે રીતે વિવિધ સ્થળે જુગાર રમાઈ રહ્યું છે. અને પોલીસ પણ આવા જુગારીઓને ડામવા કડક પગલાં લઈ રહી છે. ત્યારે મોરબી તાલુકા પોલીસે ગઈકાલે નાની વાવડી ગામે રેડ કરી પાંચ પત્તાપ્રેમીઓની ધરપકડ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે રાતના સમયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, પાંચ જેટલા લોકો નાની વાવડી ગામે આવેલ સ્વામીનારાયણ મંદિરની સામે ગુરૂકૃપા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમી રહ્યા છે, જે હકીકતના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી જુગાર રમતા નિતીન ખીમજીભાઇ વરમોરા, વિશાલ હરેશભાઇ અગ્રાવત, વિજય રેવાદાસભાઇ રામાવત, સંજય મગનભાઇ ગૌસ્વામી અને સંજય ગોરધનભાઇ કુંઢીયા એમ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને તમામ પાસેથી કુલ રોકડા રૂ.૨૧,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરાવામાં આવ્યો છે અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!