પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૭નાં રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબી તાલુકાના રાપર ગામની રાપરીયુ સીમમાં, કેનાલની બાજુમાં ખરાબામાં, જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમી રહેલા વિનોદભાઇ વાલજીભાઇ ચૌહાણ, વિરેન્દ્રભાઇ લાલજીભાઇ અમૃતીયા, પ્રેમજીભાઇ ગોકળભાઇ અમૃતીયા, દાનાભાઇ પ્રેમજીભાઇ પરમાર, અબ્દુલભાઇ મામદભાઇ પીલુડીયા અને નાગજીભાઇ ખીમાભાઇ પરમારને રોકડા રૂ.૧૫,૫૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.