Wednesday, August 19, 2026
HomeGujaratમોરબીના ગોરખીજડીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમો રોકડ રકમ સાથે...

મોરબીના ગોરખીજડીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમો રોકડ રકમ સાથે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે ગોરખીજડીયા ગામની સીમમાં દરોડો પાડીને જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ૯ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા બાતમીના આધારે ગોર ખીજડીયા ગામની સીમમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદીરે જવાના કાચા રસ્તે જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો, જ્યાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહેલા ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા.

આ દરોડા દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા રોહિતભાઈ કાંતીભાઈ સરવૈયા, રફીકભાઈ નુરમામદભાઈ જામ, ગોપાલભાઈ મોમભાઈ બાબુથર,મહેશભાઈ સામંતભાઈ વિંઝવાડીયા, ભરતભાઈ બાબુભાઈ ચાવડા, પનીવેલ કૃપાસ્વામી આદિદ્રવીડન, સતીષભાઈ ઉર્ફે સતાભાઈ બેચરભાઈ રાવા, સંજયભાઈ ચંદુભાઈ અને ગોપાલભાઈ લખાભાઈ જાદવ નામના નવ ઇસમો કુલ રૂ. ૧,૩૪,૨૦૦/- ની રોકડ રકમ સાથે ઝડપી લેવાયા છે.પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!