હવે શ્રાવણ માસ ને એક મહિનો બાકી રહ્યો છે ત્યારે પત્તા પ્રેમીઓ એક મહિના અગાઉથી જ જુગાર રમવાનું ચાલુ કરી દેતા હોય છે જેમ જેમ શ્રાવણ માસ નજીક આવતો હોય છે તેમ જુગારિયો પકડવાના બનાવો પણ વધતા જતા હોય છે.
જેમાં હળવદ પોલીસને બાતમી મળી હતી કે હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે ભરતભાઇ લાલજીભાઈ વિસાણી (ઉ.વ.૬૨) વાળો પોતાના મકાનમાં બહારથી લોકોને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમે છે અને રમાડે છે જેથી પોલીસે ઉપરોક્ત શખ્સના મકાનમાં દરોડો પાડતા ત્યાં જુગાર રમતા ભરત લાલજીભાઈ વિસાણી, વાલજીભાઈ વિરજીભાઈ સાતલપરા (ઉ.વ.૩૭), ભરતભાઇ દેવજીભાઈ સોઢા (ઉ.વ.૪૪), જીવણભાઈ બાબુભાઇ સુરેલા (ઉ.વ.૩૧), હમીરભાઈ કરશનભાઈ ચૌહાણ (ઉ.વ.૫૫) અને નટવરભાઈ કાનજીભાઈ ચાવડા (ઉ.વ.૫૨) વાળાને ગંજીપતા અને રોકડ રકમ ૧૭,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.