Saturday, September 19, 2026
HomeGujaratહળવદના ચરાડવા ગામે બંધ ઓઇલ મીલના ગોડાઉનમાંથી ૨૮૦ મણ જીરું તસ્કરો ચોરી...

હળવદના ચરાડવા ગામે બંધ ઓઇલ મીલના ગોડાઉનમાંથી ૨૮૦ મણ જીરું તસ્કરો ચોરી ગયા

૧૦૨ બાચકામાં ભરેલું રૂ.૧૦.૬૪ લાખનું જીરૂ અજાણ્યા શખ્સો વાહનમાં ભરીને લઈ ગયા.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં હળવદ-મોરબી હાઇવે રોડ ઉપર આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાંથી રૂ.૧૦.૬૪ લાખની કિંમતનું જીરૂ ચોરી થયાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઈ છે. ગોડાઉનના પાછળના દરવાજા તરફથી હેન્ડલ તૂટેલું અને બહારની તરફ જીરૂ ઢોળાયેલું તેમજ વાહનના નિશાન મળી આવ્યા છે, હાલ પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, ચરાડવા ગામે રહેતા ઘનશ્યામસિંહ દેવુભાઈ પઢીયાર ઉવ.૫૭એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ભાગીદારીમાં ભવાની ઓઇલ મીલ ચલાવતા હતા. જે મીલ છેલ્લા ચાર વર્ષથી બંધ હોવાથી ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી હતી, જેમાં ખેતીની ઉપજના જીરાના બાચકા રાખવામાં આવ્યા હતા. ત્યારે ગત તા.૧૫/૦૯/૨૦૨૬ના રોજ સવારે ગોડાઉનના પગી ઘનશ્યામભાઈ દલવાડી જીરાના બાચકા પલળ્યા છે કે કેમ તે જોવા ગયા હતા. તે દરમિયાન ગોડાઉનના પાછળના ભાગે જીરાના બાચકા ચોરાયેલા હોવાનું જણાતા તપાસ કરતાં ગોડાઉનના પાછળના નાના દરવાજાનું હેન્ડલ તૂટેલું, દિવાલ પાછળ જમીન પર જીરૂ વેરાયેલું અને કોઈ વાહન આવ્યાના નિશાન મળી આવ્યા હતા.

જે બાદ ગોડાઉનમાં રાખેલા જીરાના બાચકાની ગણતરી કરતા તેમાંથી ૧૦૨ બાચકા ઓછા હોવાનું જણાયું હતું. એક બાચકામાં આશરે ૫૫ કિલો જીરૂ મુજબ કુલ ૨૮૦ મણ જીરૂ કિ.રૂ.૧૦,૬૪,૦૦૦/- અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું. ચોરીના મામલે હળવદ પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!