મોરબી સહિત પાંચ જિલ્લામાથી હદપાર થયેલ મહિલા આરોપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે પોતાના ઘરેથી ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકથી ત્રણ કિમી દૂર માળીયા વનાળિયા મેઇન રોડની સો ઓરડી ખાતે રહેતી સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયા (ઉં.વ.૪૧)ને મોરબી, રાજકોટ શહેર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ જિલ્લાઓમાંથી હુકમ તારીખથી છ માસ માટે હદપાર કરી હતી છતા મહિલા આરોપી મોરબી જિલ્લાની હદમાં પોતાના રહેણાંક મકાનેથી ઝડપાઇ હતી આથી હદપારી હુકમના ભંગ બદલ જી.પી.એકટ કલમ-૧૪૨ મહિલા આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.