Tuesday, May 19, 2026
HomeGujaratમોરબીના નવા જિલ્લા કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરેએ સંભાળ્યો પદભાર, વિકાસ કામોને મળશે...

મોરબીના નવા જિલ્લા કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરેએ સંભાળ્યો પદભાર, વિકાસ કામોને મળશે નવી ગતિ

મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે 2017 બેચના IAS અધિકારી સ્વપ્નિલ ખરે એ વિધિવત રીતે પદભાર સંભાળી લીધો છે. મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા, વિભાગો વચ્ચે સંકલન અને વિકાસ કાર્યોને વેગ આપવાની પ્રાથમિકતા તેમણે વ્યક્ત કરી હતી. મોરબી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે પણ તેઓ સફળ કામગીરી આપી ચૂક્યા હોવાથી જિલ્લા વહીવટ સાથે સારી રીતે પરિચિત છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તાજેતરની બદલીમાં સ્વપ્નિલ ખરેની મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે વિધિવત રીતે કાર્યભાર સંભાળી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મૂળ મધ્યપ્રદેશના ભોપાલના વતની સ્વપ્નિલ ખરે એ દેશની પ્રતિષ્ઠિત IIT Delhi માંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી પ્રાપ્ત કરી છે. વહીવટી સેવામાં જોડાયા બાદ તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોબેશનર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ પાટણ ખાતે ફરજ બજાવ્યા બાદ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી (DDO) તેમજ રાજકોટ મહાનગરપાલિકા માં ડેપ્યુટી કમિશનર તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે સ્વપ્નિલ ખરે અગાઉ મોરબી મહાનગરપાલિકા ના પ્રથમ કમિશનર તરીકે પણ સફળ કામગીરી આપી ચૂક્યા છે. જેના કારણે તેઓ મોરબી જિલ્લાના ભૌગોલિક, વહીવટી અને શહેરી પ્રશ્નોથી સારી રીતે પરિચિત હોવાનું માનવામાં આવે છે. પદભાર સંભાળ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં મહેસૂલી કામગીરી વધુ સુદ્રઢ, પારદર્શક અને ન્યાયિક રીતે થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે. વહીવટી તંત્રના તમામ વિભાગો વચ્ચે સુચારુ સંકલન સાધી વિકાસ કામોમાં ગતિ લાવવામાં આવશે તેમજ ચાલી રહેલા વિકાસ કાર્યો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે. કલેક્ટર કચેરી ખાતે આગમન સમયે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નવનિયુક્ત કલેક્ટરશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!