Wednesday, May 8, 2024
HomeGujaratટંકારા પોસ્ટ ઓફિસને પોતાનું સરનામું જ નથી, તાલુકાની 16 બ્રાન્ચ પણ ભાડાપેટે

ટંકારા પોસ્ટ ઓફિસને પોતાનું સરનામું જ નથી, તાલુકાની 16 બ્રાન્ચ પણ ભાડાપેટે

ટંકારા પોસ્ટ ઓફિસને પોતાનુ કાયમી સરનામું જ નથી: અદ્યતન ઓફીસ બનાવવા માંગ

- Advertisement -
- Advertisement -

આઝાદી પૂર્વેથી કાર્યરત ટંકારા પોસ્ટ ઓફિસને પોતાનુ કાયમી સરનામું જ નથી. તેમજ ટંકારા પોસ્ટ ઓફિસની હેઠળ આવતી 16 જેટલી બ્રાંચ ઓફીસ પણ ભાડાપેટે ચાલી રહી છે. ત્યારે સરનામા સુધી પહોંચતી સેવાની સંસ્થાને કાયમી સરનામું મળે એવી લોકમાંગ ઉઠી છે.

હાલમાં ટંકારાની પોસ્ટ ઓફિસ દયાનંદ ચોક સ્થિત નાનકડા મકાનમા ભાડે ચાલે છે. જેમાં સંકળાશ પડે છે અને પૂરતી સેવાનો અભાવ છે. આથી, કુરિયર માટે પ્રાઈવેટ સર્વિસ તરફ લોકોને જવુ પડ્યુ છે. જે લાંબા ગાળે સરકારી સંસ્થા એવી પોસ્ટ ઓફિસને નુકસાનકારક થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં ટંકારા પોસ્ટ ઓફિસનુ કાયમી સરનામું મળે અને તાલુકા કક્ષાની આધુનિક ઓફીસ કાર્યરત કરવાની માંગ ઉઠી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!