મોરબી તાલુકાના ફાટસર ગામે શ્રી વિરમ ચાવડાના મેલડી માતાજીના મંદિરે નવરંગા માંડવાનો દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ ભુવાજીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.
ગઈકાલ તા. ૦૨ જૂન, મંગળવારના રોજ મોરબીના ફાટસર ગામે આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન શ્રી વિરમ ચાવડાના મેલડી માતાજીના મંદિરે નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક માહોલ વચ્ચે ભક્તિમય વાતાવરણ છવાયું હતું.
આ પ્રસંગે દિનેશ ભુવાજી ફાટસર વિરમ ચાવડાની મેલડી, બાબુ ભુવાજી લીલાપર વિરમ ચાવડાની મેલડી, ભગવાનજી ભુવાજી લેમ્બોજ માતાજી, વિજયસિંહ ભુવાજી મોમાઈ માતાજી તેમજ દિગુભા ભુવાજી શક્તિ માતાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.






