દિવાળી પર્વ નિમિતે મોરબીની બજારમાં ઠેકઠેકાણે ફટાકડાના સ્ટોલ ઉભા કરાયા છે જેમાં આજે મોરબીમાં ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ ધારકો પર પાલિકા તંત્રની ટિમ દ્વારા તવાઈ બોલાવવામા આવી હતી. કામગીરી દરમિયાન મંજૂરી વગર જાહેર રોડ પર ફટાકડાના સ્ટોલ ખડકી દેનારા 5 સ્ટોલ ધારકો સામે આકરી કાર્યવાહી કરી 5 ફટાકડાના સ્ટોલ ઉપાડી અને તેમના મંડપ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરીથી મંજૂરી વગર સ્ટોલ ઉભા કરી દેનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં આવા સ્ટોલ ધારકો સામે લાલ આંખ કરી કાર્યવાહી શરૂ રાખવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે.