Tuesday, June 2, 2026
HomeGujaratવાંકાનેર પલાસ ગામ નજીક બાઈક અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેર પલાસ ગામ નજીક બાઈક અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના પલાસ ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત નિપજ્યું છે. પોલીસે મૃતક બાઇક ચાલકને પિતાની ફરિયાદને આધારે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. ૩૧ મેના રોજ પલાસા-પડધરા ચોકડી વચ્ચે એચ.પી. પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં મંડળાસર ગામના દશરથ વિનાભાઈ કોળી પોતાના બાઈક રજી. નં. જીજે-૧૩-બીએલ-૪૨૮૩ને પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને જતા હોય તે દરમિયાન લુણસર ગામના તરુણ ભીખાલાલ ચાવડા પોતાના એચડી ડીલક્ષ બાઈક નંબર જીજે-૩૬-એએન-૨૪૧૬ લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપી દશરથભાઈએ ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા સામસામે બાઇક અથડાયા હતા. આ અકસ્માતમાં તરુણ ચાવડાને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા ભીખાલાલ ત્રિભોવનભાઈ ચાવડાની ફરિયાદના આધારે પોલીસે આરોપી દશરથભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!