મોરબીના વાવડી રોડ ઉપર નાયરા પેટ્રોલપંપ પાસે યુ-ટર્ન લેતી વખતે બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક પ્રૌઢને માથામાં હેમરેજ અને ખોપરીમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી.
મોરબીના વાવડી રોડ ઉપર નાયરા પેટ્રોલપંપ સામે ગત તા. ૨૮ મેની રાત્રે બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મૂળ જુનાગઢના હાલ મોરબી માધાપર આસ્વાદ પાન વાળી શેરીમાં રહેતા યુનુસભાઈ ઓસમાણભાઈ મલ્લા પોતાના સીડી ડિલક્સ બાઇક નંબર જીજે-૧૧-ડીડી-૬૮૮૪ લઈને પાન-માવો ખાવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે યુ-ટર્ન લેતા પાછળથી પૂરઝડપે આવેલ એક્ટિવા નંબર જીજે-૩૬-એજી-૧૨૨૭ મોપેડ તેમના બાઇક સાથે અથડાયુ હતુ. અકસ્માતમાં યુનુસભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તેમજ હેમરેજ અને ખોપરીમાં ફ્રેક્ચર થયું હતું. તેમને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને બાદમાં રાજકોટ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્તના પુત્ર ઇરફાનભાઈની ફરિયાદને આધારે એકટીવા ચાલક સુદર્શન રૂદલભાઈ શાહ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






