Friday, April 19, 2024
HomeGujaratખેડા જીલ્લાના કપડવંજથી સગીરાનું અપહરણ કરનાર આરોપી મોરબીથી ઝડપાયો

ખેડા જીલ્લાના કપડવંજથી સગીરાનું અપહરણ કરનાર આરોપી મોરબીથી ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટના પીઆઈ વી. બી. જાડેજાની સુચનાથી પોલીસની ટીમ અપહરણનાં ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હોય દરમ્યાન ખેડા જીલ્લાના કપડવંજ રૂરલ પોલીસ મથકના સગીરા અપહરણના ગુનાનો આરોપી તથા ભોગબનનાર મોરબી કબીર ટેકરી વિસ્તારમાં હોવાની કપડવંજ પોલીસની ટીમે મોરબી પોલીસને જાણ કરવામાં આવતા એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટની ટીમે આરોપી સાગરભાઈ જયતણભાઈ ઉર્ફે ભલાભાઈ વાઘેલાને મોરબી કબીર ટેકરી શેરી-૩ ખાતેથી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીઆઈ વી.બી.જાડેજા, એએસઆઈ હીરાભાઈ ચાવડા, રજનીકાંતભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, પો.હેડ.કોન્સ. દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા અને અશોકસિંહ ચુડાસમા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!