Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીના બગથાળા ગામે કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવાને મોત મીઠું કર્યું

મોરબીના બગથાળા ગામે કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવાને મોત મીઠું કર્યું

મોરબીમાં આજે અપમૃત્યુનો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં યુવાને ગળેફાંસો ખાઈ અકાળે મોત મીઠું કરી લીધું હતું.મોરબી તાલુકાના બગથાળા ગામની સીમમાં આવેલ સાઇના પોલીમર્સ કારખાનાના લેબર કવાટરમાં રહેતા અનીલભાઇ મથુરભાઇ ભીલ (ઉ.વ-૨૬ મૂળ રહે ઉચાડ તા.તિલકવાડા જી.નર્મદા)એ ગાઈ કાલ તા-૨૫/૦૪/૨૦૨૨ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે સાઇના મિલની ઓરડીમાં અગમ્ય કારણોસર કંટાળી જઇ પોતાની જાતે ગળે ફાસો ખાઇ આપઘાત નો પ્રયાસ કરી લીધો હતો જે અંગે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ ને કોલ કરાયો હતો આ દરમીયાન ૧૦૮ની ટીમના ફરજ પરના ડોકટરે યુવાનને તપાસી મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ આ અંગે સ્થાનિક પોલીસે દોડી જઇ અપમૃત્યુની નોંધ કરી મોત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!