આજે આપણા દેશ સહિત સમગ્ર વિશ્વમાં ભારતીય સંવિધાન નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇ આજરોજ મોરબીની સબ જેલ ખાતે બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક મહાનાયક ડૉ.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલર પી.એમ.ચાવડા તેમજ મોરબી સબ જેલ સ્ટાફ અને બંદીવાનો દ્વારા ઉજવણીમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.