Friday, May 17, 2024
HomeGujaratમોરબીના કાસા કોયલી ગામનાં માનસિક અસ્થિર યુવકનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

મોરબીના કાસા કોયલી ગામનાં માનસિક અસ્થિર યુવકનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

મોરબીનાં કાસા કોયલી ગામ ખાતે રહેતો માનસિક અસ્થિર યુવક ગત તા-૧૮/૦૭/૨૦૨૩ ના રોજ ગુમ થયો હતો. જેનો ગત તા-૦૬/૦૮/૨૦૨૩ ના રોજ કોઇપણ કારણોસર સાવ કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાનાં કાસા કોયલી ગામે રહેતો રવિભાઇ વીરાભાઇ કરોત્રા નામનો યુવક માનસીક રીતે અસ્થીર મગજનો હોય અને ગત તા-૧૮/૦૭/૨૦૨૩ ના રોજ બપોરના આશરે બેયક વાગ્યાની આસપાસ પોતાના ઘરે કાસા કોયલી ગામેથી કોઇને કાઇ કહ્યા વગર નીકળી ગયેલ હોય જેને લઈ પરિવારજનોએ યુવાની તપાસ કરી ગુમ થયા અંગેની પોલીસ મથકે નોંધ કરાવી હતી. જેનો ગત તા-૦૬/૦૮/૨૦૨૩ ના રોજ કાસા કોયલી ગામની ઉગમણી સીમ બચુભાઇ પુનાભાઇ ડાંગરના સેઢે આવેલ ડેમી-૩ નદીના કાઠેથી કોઇપણ કારણોસર સાવ કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!