હળવદ તાલુકાના ચરાડવા ગામેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોય જે અંગે ચરાડવાના રહેવાસીએ પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તપાસ ચલાવી છે જેમાં મૃતક અંદાજે ૫૦ થી ૫૫ વર્ષના હોવાનું અને માનસિક અસ્થિર હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.