બનાવની મળતી માહિતી મુજબ ગત સાંજે રાજકોટ મોરબી રોડ પર ખિજડીયા ચોકડીથી થોડે દૂર ખાખી મંદિર પાસે મોરબી તરફ જતી કાર ગોલાઈ ઉપર પહોચી ત્યારે કારચાલકને ખ્યાલ આવ્યો કે સ્ટેરીંગ જામ થઇ ગયુ છે અને જોત જોતામાં કાર રોડની બાજુના ખાડામા પલ્ટી મારી ગઈ હતી.
અકસ્માત થયાની જાણ થતાં તરત જ રીક્ષા સ્ટેન્ડ પર રહેલા રીક્ષા ચાલકો ધટના સ્થળે દોડી ગયા હતા અને કારમા સવાર દંપતીને બહાર કાઢયું હતું સદનસીબે દંપતિને જાનહાની ટળી હતી.