Monday, May 20, 2024
HomeGujaratમોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટ્રકે રોડ સાઈડમાં ઉભેલ બાઇકને હડફેટે લેતા...

મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટ્રકે રોડ સાઈડમાં ઉભેલ બાઇકને હડફેટે લેતા ચાલકનું મોત

મળતી માહિતી અનુસાર મોરબી-માળીયા(મી) નેશનલ હાઇવે ઉપર સોખડા ગામના પાટીયા પાસે રોડની સાઈડમાં બાઈક રજી. જીજે-૦૩-એડી-૪૦૭૯ લઈને મેહુલભાઈ મગનભાઈ વાણીયા ઉભા હોય ત્યારે પાછળથી ટ્રક ટ્રેઇલર રજી.નં. આરજે-૩૨-જીડી ૩૩૫૭ના ચાલકે સોખડા ગામ તરફથી પુરઝડપે ચલાવી બેદરકારીથી ટ્રક ટ્રેઇલરનો વળાંક લઇ મેહુલભાઈને બાઈક સહીત પાછળના વ્હીલમાં હડફેટે લઇ જમણા હાથમાં,પેટના ભાગે તથા પાછળ થાપાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના ભાઈ નવીનભાઇ મગનભાઇ વાણીયા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ટ્રક ટ્રેઇલરના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!